બજેટ 2025: ‘ગરીબ અને મધ્યમ વર્ગો માટે સારું બજેટ..’ કેન્દ્રીય બજેટ પર CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

નાણામંત્રી નિર્મલિ સીતારમણ આજે લોકસભામાં વર્ષ 2025-26 નાં વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આ બજેટને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બજેટને 2047 નાં સંકલ્પને સાકાર કરનારૂ બજેટ ગણાવ્યું હતું. તેમજ તેઓએ બજેટના ભારોભાર વખાણ કર્યા હતા.

તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બજેટમાં 12 લાખ સુધીની આવક ધરાવનારને કર ભરવામાંથી મુક્તિ મળી છે. તેમજ આ બજેટથી મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગને ઘણો ફાયદો થશે. તેમજ મેરીટાઈમ ઈન્ડસ્ટ્રીઝ માટે કરેલી જોગવાઈથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારનો વિકાસ થશે. તેમજ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થનારૂ બજેટ છે.

તેમજ વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગો માટે સારૂ બજેટ છે. તેમજ બજેટને હું આવકારૂ છું. 12 લાખની આવક સુધી ઈન્કમટેક્ષ ભરવામાંથી મુક્તિ મળી છે. આ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ પીએમ જનધાન્ય યોજના 100 જીલ્લાઓ માટે શરૂ કરાઈ તેને આવકારૂ છું. આ યોજનાથી 1.70 કરોડ ખેડૂતોને રાહત મળશે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી 5 લાખ કરવામાં આવી હતી. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. મેરીટાઈમ ઈન્ડસ્ટ્રી માટે 25 હજાર કરોડની જોગવાઈ કરાઈ છે. જેનાથી ગુજરાતને મોટું બળ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *