ઈસ્કોન ચાર રસ્તા પાસે બેફામ BRTS ચાલકે એક બસ સહિત 4 વાહનોને મારી ટક્કર, સદનસીબે જાનહાની ટળી

અમદાવાદમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદના ઈસ્કોન જંકશન પર વહેલી સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે બેફામ BRTS ચાલકે અન્ય BRTS અને ત્રણ રીક્ષાને ટક્કર મારી હતી. બન્ને બસોમાં મુસાફરો સવાર હતા. થોડાક સમય માટે મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સદનસીબે જાનહાની ટળી હતી.
BRTS ચાલકે પાર્ક કરેલી રીક્ષાનો ટક્કર મારી હતી જેમાં બે રીક્ષાનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. મળતા અહેવાલ પ્રમાણે એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તો બીજી તરફ હવે એ જોવાનું રહ્યું કે તંત્ર શું પગલા લે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ BRTS બસોએ અકસ્માતો સર્જાય છે, તો બીજી તરફ એ પણ સવાલ ઉભો થયો છે કે ક્યારે અટકશે આ રફતારના રાક્ષસોનો આતંક.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: LPG Price: યુદ્ધ વચ્ચે વધ્યું ટેન્શન, શું 1 એપ્રિલે LPG સિલિન્ડર વધુ મોંઘા થશે?