Site icon Time News

Bollywood: બોલિવૂડમાં શોકનો માહોલ, કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન

Oplus_131072

બોલીવુડની પોપ્યુલર અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગુરુવારે મોડી રાત્રે તેના નિધનના સમાચાર આવ્યા. તે યુકેમાં હતો. એવું જાણવા મળ્યું છે કે તેમનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું. તે પોલો રમી રહ્યા હતો, તે સમયે તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેને આ દુનિયાને અલવિદા કહ્યું.

સંજય કપૂર યુકેમાં પોલો રમતી વખતે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.’. તે દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે નીચે પડી ગયો. તેને મેડિકલ હેલ્પ આપવામાં આવી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. તે ઓટો કમ્પોનન્ટ કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતો. આશ્ચર્યજનક વાત એ છે કે થોડા કલાકો પહેલા જ સંજયે અમદાવાદ પ્લેન ક્રેશ પર રીએક્ટ આપી હતી.

કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન વર્ષ 2003 માં થયા હતા. તેમનો સંબંધ લગભગ 13 વર્ષ સુધી ચાલ્યો હતો. જોકે, બંને 2016 માં એકબીજાથી અલગ થઈ ગયા. કરિશ્માથી અલગ થયા પછી, સંજયે વર્ષ 2017 માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.

બંને છેલ્લા 8 વર્ષથી ખુશીથી જીવી રહ્યા હતા. જોકે, ભાગ્યમાં તેમના માટે કંઈક બીજું જ હતું અને તેને અચાનક આ દુનિયાને અલવિદા કહી દીધું. સંજય કપૂર અને પ્રિયા સચદેવને એક પુત્ર પણ છે, જેનું નામ અઝારિયાસ છે. તે ફક્ત 7 વર્ષનો છે. અઝારિયાસનો જન્મ તેમના લગ્નના એક વર્ષ પછી 2018 માં થયો હતો.

આ પણ વાંચો, Ahmedabad plane crash: પૂર્વ CM રૂપાણી સહિત 265 લોકોના મોત, 8 વાગ્યે PM મોદી આવશે, હર્ષ સંઘવી એરપોર્ટ પહોંચ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version