ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર, બોર્ડે વિગતવાર જાહેર કર્યો કાર્યક્રમ

ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ વચ્ચે બોર્ડની પરીક્ષા યોજાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે.

26 ફેબ્રુઆરીથી ધો. 10 નું પ્રથમ પેપર લેવામાં આવશે. ધો. 12 સામાન્ય પ્રવાહની પ્રથમ પરીક્ષા અર્થશાસ્ત્રની રહેશે. વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પરીક્ષા ભૌતિક વિજ્ઞાનની રહેશે. ગુજકેટની પરીક્ષા 29 માર્ચના રોજ યોજાશે.

બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે, જેમાં પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *