બગસરામાં ભાજપના સૂપડા સાફ, તાલુકા પંચાયત પર આપનો કબજો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અમરેલી જિલ્લામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બગસરા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટી (આપ)એ કબજો કરી લીધો છે. બગસરા તાલુકા પંચાયતની 16 પૈકી 10 બેઠક પર આપનો વિજય થયો છે. બગસરા તા.પં.ની 16 પૈકી 4 બેઠક પર ભાજપની જીત છે. ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડિયાના ગઢમાં ગાબડું પડ્યું છે. બગસરા તા.પં.ની 2 બેઠકની ગણતરી ચાલુ છે. 

ચૂંટણી પંચ અનુસાર, 84 નપાની 700 બેઠક પર ભાજપનો વિજય થયો છે. 84 નપાની  92 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે 34 જિલ્લા પંચાયતની 185 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 16 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. EC મુજબ 260 તાલુકા પંચાયતની 750 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 146 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. નવી બનેલી પોરબંદર, મહેસાણા મનપામાં ભાજપનું શાસન નક્કી થયું છે. નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન આવ્યું છે. 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://રાજુ કરપડાની ભવ્ય જીત, આ તાલુકા પંચાયતો પર AAPનો કબજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *