CM પદેથી નીતિશકુમારને હટાવવા ભાજપને મળી ગયું બહાનું, નાદુરસ્ત તબિયતનો મુદ્દો આગળ ધરાશે 

નીતિશ કુમાર છેલ્લાં ઘણાં સમયથી અચાનક બીમાર થઈ જાય છે. ગણતંત્ર દિવસ પહેલાં ફરીથી નીતિશ કુમારની તબિયત બગડી જતાં રાજભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. એ પહેલાં દિલ્હીમાં ચેકઅપ કરાવવા ગયા હતા. બે મહિના પહેલાં પણ અચાનક તબિયત લથડી જતા સારવાર લેવાના અહેવાલો આવ્યા હતા. 

નીતિશની તબિયત ખરાબ થતાં તેમણે આયોજિત કરેલી પ્રગતિ યાત્રા અટકાવી દેવાઈ હતી. નીતિશને આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો ન બનાવવા ઈચ્છતા ભાજપ માટે આ બહાનુ મળી ગયું છે. ભાજપે નીતિશને આ બાબતે ઘેરવાનો વ્યૂહ ઘડયો છે કે, તેમની નાદુરસ્ત તબિયતના કારણે સરકાર ચલાવવામાં મુશ્કેલી આવે છે એટલે વિપક્ષ ગઠબંધનને ઘેરી શકે છે. એમ કહીને બિહાર ભાજપના નેતાઓ જ નીતિશને ઘેરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *