ભાજપના વ્યૂહરચનાકાર’ અમિત શાહનો જન્મદિવસ: બૂથ કાર્યકરથી દેશના ગૃહમંત્રી બનવા સુધીની પ્રેરણાદાયી સફર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964મા મુંબઈમાં રહેતા એક ગુજરાતી દંપત્તિ કુસુમ બેન અને અનિલચંદ્ર શાહના ઘરે થયો હતો. અમિત શાહના દાદા ગાયકવાડના બરોડા રાજ્યના એક નાના રજવાડા માણસામાં એક ધનવાન પરિવાર (નગર સેઠ) હતા. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે એક વેપારી વર્ગનો છોકરો રાજનીતિની દુનિયામાં આટલા મોટા હોદ્દા સુધી પહોંચ્યો.

અમિત શાહ દેશના ગૃહ મંત્રી બનતા પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ભાજપના મહાસચિવ રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગરથી ચૂંટાયા હતા. ત્યારબાદ 2024મા પણ આ બેઠક જીતી સાંસદ બન્યા હતા.

16 વર્ષની ઉંમર સુધી ગામમાં રહ્યાં

16 વર્ષની ઉંમર સુધી અમિત શાહ ગુજરાતમાં પોતાના પૈતૃક ગામ માણસામાં રહ્યાં અને અહીં શરૂઆતી શિક્ષણ મેળવ્યું. તેમનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયા બાદ પરિવાર અમદાવાદ આવી ગયો હતો. તેમના માતાનો અમિત શાહના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો. તેઓ એક કટ્ટર ગાંધીવાદી હતા અને તેમણે તેમને ખાડી પરેહવા માટે પ્રેરિત કર્યાં.

1980મા  શરૂ થયું જાહેર જીવન

અમિત શાહનું જાહેર જીવન 1980મા શરૂ થયું. આ દરમિયાન તેઓ 16 વર્ષના હતા અને યુવા સ્વયંસેવકના રૂપમાં સંઘમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે પણ જોડાયેલા રહ્યાં હતા.

1982મા શાહને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત એકમના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા. તેમણે 1984મા નારણપુરા વોર્ડના સંઘવી બૂથ પર મતદાન એજન્ટના રૂપમાં ભાજપ માટે પણ કામ કર્યું હતું. 1987મા અમિત શાહ ભાજપના યુવા મોર્ચામાં સામેલ થયા હતા. અમિત શાહને સમાજ સુધારક નાનાજી દેશમુખની નજીક રહેવા અને તેમની કાર્યશૈલીને જોવા અને શીખવાનો અવસર મળ્યો.


1989મા બન્યા અમદાવાદ ભાજપના સચિવ

1989મા અમિત શાહ અમદાવાદ ભાજપમાં સચિવ પડ્યા હતા. આ દરમિયાન દેશભરમાં શ્રી રામ જન્મભૂમિ આંદોલનની હવા ચાલી રહી હતી. તેમણે શ્રી રામ જન્મભૂમિ આંદોલન અને બાદમાં એકતા યાત્રામાં પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારી સંભાલી હતી. જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી ગાંધીનગર લોકસભાથી ચૂંટણી લડ્યા, ત્યારે અમિત શાહે તેમના ચૂંટણી મેનેજમેન્ટની જવાબદારી બખૂબી સંભાળી હતી.

90ના દાયકામાં નરેન્દ્ર મોદીના સંપર્કમાં આવ્યા

નેવુંના દાયકામાં ગુજરાતમાં ઝડપથી ભાજપનો ઉદય થયો હતો. આ દરમિયાન વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપના સંગઠન સચિવના પદ પર કાર્યરત હતા. આ તે સમય હતો જ્યારે અમિત શાહ અને મોદી સંપર્કમાં આવ્યા હતા. શાહે ગુજરાતમાં પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા સભ્ય અભિયાનને વ્યાપક બનાવવા અને તેના દસ્તાવેજીકરણ કરવામાં પાર્ટી નેતૃત્વ સાથે જોડાયેલા રહ્યાં.

1997મા ધારાસભ્ય બન્યા, પછી 2012 સુધી સતત જીત્યાવર્ષ 1997મા અમિત શાહ ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા. આ વર્ષે સરખેજ વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા અને તેઓ 25000 મતથી જીતીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા.

ત્યારથી લઈને અમિત શાહ 2012 સુધી દરેક વિધાનસભા ચૂંટણી જીતતા રહ્યાં અને દર વખતે તેમની જીતનું અંતર વધતું ગયું. જ્યારે તેમણે નારણપુરાથી પાંચમી વખત વિધાનસભા ચૂંટણી લડી તો તેમની જીતનું અંતર 63235 મતનું હતું.

1998મા તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ સચિવ બન્યા અને એક વર્ષની અંદર તેમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

2002, 2009 અને 2013મા મળી મહત્વની જવાબદારી

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં 2002મા પ્રથમવાર વિધાનસભા ચૂંટણીમાં આયોજીત ગૌરવ યાત્રામાં પાર્ટી દ્વારા શાહને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતી અને અમિત શાહ સરકારમાં મંત્રી બન્યા. તેઓ 2010 સુધી ગુજરાત સરકારમાં મહત્વપૂર્ણ વિભાગોના મંત્રી રહ્યાં. તેમાં ગૃહ, પરિવહન, મદ્યનિષેધ, સંસદીય બાબતો, કાયદો અને આબકારી જેવા વિભાગોની જવાબદારી સંભાળી.

2009મા તેમને નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બનવાની તક મળી. નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા. 2013મા ભાજપે તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા હતા.

2014ની ચૂંટણીમાં પોતાની રણનીતિથી સૌનું દિલ જીતી લીધું

2014ની ચૂંટણીમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા તો અમિત શાહને રાજકીય રૂપથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવી મોકલવામાં આવ્યા.

દેશે નરેન્દ્ર મોદીના પક્ષમાં જનાદેશ આપ્યો અને ભાજપે ઉત્તર પ્રદેશમાં 73 સીટો જીતી અને તેનો વોટ શેર 42 ટકા સુધી પહોંચી ગયો. આ પાર્ટી માટે એક શાનદાર સફળતા હતી અને સાથે શાહની રણનીતિક કુશળતાનું પ્રમાણ પણ હતી.

અમિત શાહને 9 જુલાઈ 2014ના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 
બનાવવામાં આવ્યા હતા. તેઓ 2020 સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યાં. વર્ષ 2017મા અમિત શાહ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તેલંગણામાં ભાજપના વિસ્તારનો શ્રેય પણ શાહને આપવામાં આવે છે.1997થી 17 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય રહેતા અમિત શાહે 2019મા પ્રથમવાર ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી અને શાનદાર જીત મેળવી હતી. તેમણે પોતાના વિરોધીને 5 લાખ 57 હજાર મતના અંતરથી હરાવ્યા હતા.

2019મા બન્યા દેશના ગૃહમંત્રી

2019મા અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા હતા. ગૃહમંત્રીના રૂપમાં તેમના કાર્યકાળ દરમિયાન કેન્દ્રની મોદી સરકારે દેશની આંતરિક સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા હતા. તેઓ પોતાની શિસ્તબદ્ધ કાર્યશૈલી માટ જાણીતા છે. ઈતિહાસનો અભ્યાસ અને આધ્યાત્મમાં તેમની વિશેષ રૂચિ છે. ત્યારથી લઈને આજ સુધી તેઓ દેશના ગૃહમંત્રી છે અને પાર્ટી માટે સમર્પિત કાર્યકર્તાની જેમ કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *