ChatGPT-DeepSeekને લઇ મોટા સમાચાર, કેન્દ્ર સરકારે આપ્યો સખ્ત આદેશ, આપી ચેતવણી

ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI પ્લેટફોર્મ અંગે જરૂરી માહિતી આપવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, કેટલાક કર્મચારીઓ ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપમાં AI એપ્સ (જેમ કે ChatGPT, DeepSeek વગેરે) નો ઉપયોગ કરે છે, જે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા માટે જોખમી સાબિત થઈ શકે છે.

કેન્દ્ર સરકારના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કમ્પ્યુટર, લેપટોપ અને ઉપકરણોમાં AI એપ્સ અને ટૂલ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. ડેટા અને ગોપનીયતાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તેઓ આનાથી AI વપરાશકર્તાઓને નિરાશ કરવા માંગતા નથી.વિગતો મુજબ ભારતમાં ઘણી વિદેશી AI એપ્સ ઉપલબ્ધ છે જેમાં ChatGPT, DeepSeek અને Google Gemini વગેરે નામોનો સમાવેશ થાય છે. ભારતમાં ઘણા લોકો તેમનું કામ સરળ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. ડિવાઇસ પર AI એપ્સ અથવા ટૂલ્સ ઇન્સ્ટોલ કર્યા પછી તેઓ જરૂરી પરવાનગીઓની ઍક્સેસ માંગે છે. આવી સ્થિતિમાં સરકારી ફાઇલોનો ડેટા લીક થવાનો ભય રહે છે.

AI એપ્સ અને AI ચેટબોટની મદદથી ઘણા લોકો પત્રો, લેખો અથવા અનુવાદ વગેરે લખવાનું કામ પ્રોમ્પ્ટ આપીને કરી શકે છે. ઘણા લોકો તેનો ઉપયોગ પ્રેઝન્ટેશન વગેરેમાં પણ કરે છે. અહીં વપરાશકર્તાઓએ એક સરળ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *