સપ્ટેમ્બરમાં 14 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત જુદા જુદા સ્થળોએ 8 દિવસ બેંકો બંધ રહેશે

આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં જુદા જુદા રાજ્યો અને શહેરોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. 4 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 8 દિવસ જુદી જુદી જગ્યાએ બેંકોમાં કામકાજ થશે નહીં.

આવી સ્થિતિમાં જો તમને આ મહિને બેંક સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો આ રજાના દિવસો સિવાય તમે બેંક જઈ શકો છો.

કયા કયા શનિવારે બેંક બંધ રહેશે?

  • 12 સપ્ટેમ્બરના રોજ મહિનાનો બીજો શનિવાર હોવાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 26 સપ્ટેમ્બરના રોજ મહિનાનો ચોથો શનિવાર છે, આ દિવસે પણ દેશની તમામ બેંકોની રજા રહેશે.

રવિવારની રજા ક્યારે ક્યારે રહેશે?

  • 6 સપ્ટેમ્બર
  • 13 સપ્ટેમ્બર
  • 20 અને 27 સપ્ટેમ્બર

ઓનલાઈન બેન્કિંગ દ્વારા કામ પતાવી શકશો

તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં પડે.

સપ્ટેમ્બરમાં શેરબજારમાં 9 દિવસ કારોબાર નહીં

સપ્ટેમ્બર 2026માં શેરબજારમાં 9 દિવસ કારોબાર નહીં થાય. આમાં 8 દિવસ શનિવાર અને રવિવારે કારોબાર નહીં થાય. આ ઉપરાંત શેરબજાર 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી પર પણ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *