Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યા, ઘરેથી અપહરણ કરીને માર માર્યો

બાંગ્લાદેશમાં એક મોટા હિન્દુ નેતાની અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાવેશ ચંદ્ર રોય (58)નું ગુરુવારે બપોરે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી.

તેઓ બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા. હિન્દુ સમુદાયમાં તેમનો ભારે પ્રભાવ હતો. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઢાકાથી લગભગ 330 કિમી દૂર દિનાજપુરના બસુદેવપુર ગામના રહેવાસી હતા. ભાવેશ ચંદ્ર રોયની પત્ની શાંતાનાએ જણાવ્યું કે ગુરુવારે સાંજે લગભગ 4:30 વાગ્યે તેમના પતિને એક ફોન આવ્યો. ફોન કરનાર ફક્ત એ જાણવા માગતો હતો કે ભાવેશ ઘરે છે કે નહીં. લગભગ અડધા કલાક પછી બે બાઇક પર ચાર માણસ તેમના ઘરે આવ્યા અને ભાવેશને બળજબરીથી લઈ ગયા.

નજરે જોનારના જણાવ્યા અનુસાર, તેને નજીકના નારાબારી ગામમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. ગુરુવારે સાંજે જ હુમલાખોરોએ ભાવેશને બેભાન અવસ્થામાં વાનમાં તેના ઘરે મોકલી દીધો. તેમને પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી દિનાજપુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશમાં લાંબા વિદ્યાર્થી આંદોલન પછી શેખ હસીના સરકાર ઊથલાવી દેવામાં આવી. હસીનાને દેશ છોડીને ભાગી જવું પડ્યું. આ સાથે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. પોલીસ રાતોરાત ભૂગર્ભમાં ગઈ. કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી. બેકાબૂ ભીડે સૌથી વધુ લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના અહેવાલ મુજબ, અહીં સાંપ્રદાયિક હિંસામાં 32 હિન્દુએ જીવ ગુમાવ્યા. બળાત્કાર અને મહિલાઓ પર અત્યાચારના 13 કેસ પ્રકાશમાં આવ્યા. લગભગ 133 મંદિર પર હુમલા થયા. આ ઘટનાઓ 4 ઓગસ્ટ, 2024 અને 31 ડિસેમ્બર, 2024ની વચ્ચે બની હતી.

આ પણ વાંચો, Earthquake: ભારતના પાડોશી દેશમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ-કાશ્મીર સુધી અસર
https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *