Bollywood: અવનીત કૌરને પેન્ટનું બટન ખોલવું ભારે પડ્યું, યુઝર્સે કરી જોરદાર ટ્રોલ

અવનીત કૌરે નાની ઉંમરે પોતાની કારકિર્દીમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોતાની અદ્ભુત અભિનય કુશળતાથી, અવનીતે ટીવી તેમજ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દરરોજ, અવનીત તેના ચાહકોને અહીં તેના નવા ફોટોશૂટ અને વીડિયો શેર કરતી રહે છે.

અવનીતે થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટોશૂટ શેર કર્યો છે. અવનીતે આ ફોટોશૂટમાં કંઈક એવું કર્યું છે કે તેને હવે ઘણી શરમનો સામનો કરવો પડી રહ્યો છે.

એક્ટ્રેસને તેના નવા ફોટોશૂટમાં પેન્ટનું બટન ખોલતી નજર આવે છે. આ માટે તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.નવા ફોટોશૂટમાં અવનીત બ્લુ જીન્સ અને ટેન્ક ટોપમાં જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં, અવનીત તેના જીન્સના બટન ખુલ્લા રાખીને જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે અવનીતે કેપ્શનમાં લખ્યું, ‘ઉનાળાની ગરમી.’

અવનીતની આ તસવીરોને અત્યાર સુધીમાં 2 લાખ 35 હજારથી વધુ લાઈક્સ મળી છે. એક તરફ અવનીતની તેના બોલ્ડ અંદાજ માટે ટીકા થઈ રહી છે, તો બીજી તરફ કેટલાક લોકોએ તેની પોસ્ટ પર અભદ્ર કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું છે.

એક યુઝરે અવનીતના ફોટા પર લખ્યું છે, ‘શું તમે ધ્યાન ખેંચવા માટે કંઈપણ કરશો?’ જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે, ‘અવનીત તુ રહેવા દે.’

તમને જણાવી દઈએ કે અવનીત કૌરે ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અવનીતે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ટીવી શો મેરી માથી કરી હતી.

આ પણ વાંચો, Bollywood: વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *