સિડની ટેસ્ટમાં ભારતની શરમજનક હાર, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાનો કબજો

Oplus_131072

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ફરી એક વખત શાનદાર પ્રદર્શન કરતા ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. ભારતની હાર થતા જ WTCની ફાઈનલમાં પહોંચવાની આશા લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

ભારતીય ટીમને સિડની ટેસ્ટમાં છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ હતો જે તેણે ત્રીજા દિવસના બીજા સેશનમાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે કાંગારૂ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પણ એન્ટ્રી લીધી હતી.

હવે WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકાનો થશે. WTCના વર્તમાન ચક્રની ફાઇનલ આગામી વર્ષે 11-15 જૂન દરમિયાન ક્રિકેટ લોર્ડ્સના મક્કા ખાતે રમાશે. ભારતીય ટીમ સતત બે ફાઈનલ રમી હતી, જ્યાં તેને પહેલા ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમનું ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *