IND VS AUS: ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ICC ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ટીમના અનુભવી ફાસ્ટ બોલરો મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ આ ટૂર્નામેન્ટમાં નથી રમી રહ્યા. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે જીત મેળવી હતી, પરંતુ તેની બે મેચ (સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન) વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતવા અને ફાઈનલમાં સ્થાન મેળવવા પર રહેશે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
કૂપર કોનલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડવાર્શીસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા
આ પણ વાંચો, માર્ગ અકસ્માતમાં ઘાયલોને મફત સારવાર આ મહિનાથી જ:સરકાર 1.5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવશે