Ahmedabad: અમદાવાદમાં AUDAની મોટી કાર્યવાહી, 750 ઇમારતોને ફટકારી દીધી નોટિસ

અમદાવાદમાં AUDAએ BU પરમિશન, ફાયર NOC વગરની 750 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. આ બિલ્ડીંગો માટેની બીયૂ પરમિશન અને ફાયર NOC 15 દિવસની અંદર જમા કરાવવાની રહેશે. એટલું જ નહીં.. આ સમયગાળા દરમ્યાન બિલ્ડીંગનો ઉપયોગ ન કરવા માટે પણ નોટિસમાં તાકીદ કરાઇ છે.. આ દરમ્યાન જો બિલ્ડીંગમાં દુર્ઘટના કે અકસ્માતની ઘટના બનશે તો જે તે માલિક જવાદાર ગણાશે તેવું પણ કહેવાયું છે.
રાજ્ય સરકારે ઉંચી ઇમારતો માટે એસઓપી ઘડી હતી જેના એક ભાગરૂપે આ ઇમારતોને આ નોટિસો ફટકારવામાં આવી છે. જો નોટિસનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધીમાં BU પરમિશન અને ફાયર NOC નહીં મેળવવામાં આવી હોય તો બિલ્ડીંગ સિલ કરી દેવાશે.
આ તમામ ઇમારતોને 25 દિવસ અગાઉ જ નોટિસો પાઠવી દેવામાં આવી હતી પરંતુ તેઓએ તેનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો તેવું પણ સામે આવ્યું છે જેને પગલે ઔડાએ હવે કડક પગલા લેવાની તૈયારી કરી છે.
આ પણ વાંચો, Rahul Gandhi: રાહુલ ગાંધી આજે કાશ્મીર જશે, ઘાયલ થયેલા પ્રવાસીઓ સાથે કરશે મુલાકાત