Gandhinagar: વિધાનસભા રંગોત્સવ… ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી

 ભારતભરમાં હોળીના તહેવારને અનોખી રીતે ઉજવવામાં આવે છે, આવતીકાલે 13 માર્ચે સમગ્ર દેશમાં હોળીનો પવિત્ર તહેવાર મનાવવામાં આવશે, જોકે, આ પહેલા ગુજરાતમાં ધારાસભ્યોએ મનમુકીને હોળી રમી છે.આજે સવારે વિધાનસભા પરિસરમાં તમામ ધારાસભ્યોએ એકબીજા પર અબીલ-ગુલાલની છોળો ઉડાવીને રંગોત્સવની જબરદસ્ત રીતે ઉજવણી કરી હતી. રંગોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને આજે વિધાનસભાની કાર્યવાહીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.



ગુજરાતમાં આજે નેતાઓનો રંગોત્સવ ઉજવાયો હતો. આજે વહેલી સવારથી જ ગુજરાત વિધાનસભાના પરિસરમાં ધારાસભ્યો માટે ખાસ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેને લઈ વિધાનસભાની કાર્યવાહીના સમયમાં પણ ફેરફાર કરાયો હતો.

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી કે, આજે વિધાનસભા સત્ર પૂરું થયા પછી પરિસરમાં રંગોત્સવ મનાવાશે.

તમામ ધાસાસભ્યો ભોજન સાથે રંગોત્સવ મનાવશે. રંગોત્સવમાં ધારાસભ્યો ભાગ લઈ શકે તે માટે વિધાનસભા ગૃહની સવારની બેઠક 10 વાગ્યાના બદલે સાડા આઠ વાગ્યે રાખવામાં આવી હતી.

નેતાજીના રંગોત્સવમાં તમામ ધારાસભ્યો એકબીજા પર અબીલ-ગુલાબ છોળો ઉડાડતા જોવા મળ્યા હતા, કેટલાક ધારાસભ્યો પીચકારીથી હોળી રમતા દેખાયા હતા.


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી સહિતના નેતાઓએ હોળી રમતા જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ધારાસભ્યો સાથે વિધાનસભા પરિસરમાં અબીલ-ગુલાબથી હોળી રમી હતી


આ પણ વાંચો, Bhavnagar: મહિલાનું કારમાં અપહરણ કર્યું, ગળા પર છરી રાખી મહિલા સાથે 3 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *