મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

મેરઠના ચર્ચિત બ્લૂ ડ્ર્મ કાંડમાં 19 મહિના અને 11 દિવસ બાદ ચુકાદો આવ્યો છે. સૌરભ રાજપૂતની હત્યામાં દોષી પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે બંનેને ફાંસીની સજા સંભળાવી છે. મામલામાં સરકારી વકીલે ફાંસીની સજા આપવાની માગ કરી હતી. જ્યારે બીજા પક્ષ (મુસ્કાન) તરફથી બે દીકરીઓનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે ફાંસીની સજા ન આપવામાં આવે.

સુનાવણી દરમિયાન જજે દોષી સાહિલને પૂછ્યું કે શું તેણે આ પહેલા કોઈ ગુનો કર્યો છે, જેના પર સાહિલે સ્પષ્ટ રીતે કોઈ જૂના અપરાધથી ઈનકાર કર્યો. જ્યારે કોર્ટે તેને સજા પર પોતાની વાત રાખવાની તક આપી તો સાહિલે કંઈ કહેવાનો ઈનકાર કર્યો.

આ ચર્ચિત હત્યાકાંડમાં કોર્ટે આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલને 30 સપ્ટેમ્બરે દોષી ઠેરવ્યા હતા. જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાએ આ ચુકાદો આપ્યો હતો. તો સજાને લઈને 14 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. મહત્વનું છે કે સૌરભ રાજપૂત હત્યાકાંડમાં જુલાઈ 2025મા ટ્રાયલ શરૂ થઈ હતી. આ દરમિયાન લગભગ 13 મહિના સુધી ચાલેલી કોર્ટ દલીલોમાં 126 તારીખો દરમિયાન 22થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.મૃતક સૌરભ રાજપૂતના પરિવારે કોર્ટને બંને આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. મૃતક સૌરભ રાજપૂતના ભાઈ રાહુલનું કહેવું હતું કે અમને શરૂઆતથી આશા હતી કે અમને ન્યાય મળશે. અમે શરૂઆતમાં એક માગ રાખી હતી કે જે તેમણે અમારા ભાઈ સાથે કર્યું, તે તેની સાથે થાય.

દેશભરમાં થઈ હતી આ હત્યાકાંડની ચર્ચા
સૌરભ રાજપૂત હત્યાકાંડ બ્લૂ ડ્રમને કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. સૌરભની લાશ તેના ઘરમાં એક બ્લૂ ડ્રમની અંદર મળી હતી. પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ પર સૌરભની હત્યા કરી તેના મૃતદેહને બ્લૂ ડ્રમમાં ભરવાનો આરોપ લાગ્યો હતો. પાછલા વર્ષે 19 માર્ચે પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી જેલ મોકલી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *