માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો

ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીના ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો થયો છે. અમદાવાદના નરોડા ફ્રૂટ બજારમાં રત્નાગિરિ કેસર કેરીના ભાવ 300થી 400 રૂપિયા છે તો તો ઉના,તલાળાની કેસર કેરીના 200-250 રૂપિા પ્રતિ કિલો ભાવ બોલાઇ રહ્યો છે. નોંઘનિય છે કે માવઠાના અને મીની વાવાઝોડાના કારણે કાચી કેરી ખરી ગઇ હોવાથી ઘણું નુકસાન થયું છે. હજુ પણ આગામી દિવસોમાં માવઠાનું જોખમ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગે 29થી 31 માર્ચ સુધી ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં 29 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. આના કારણે ફરી કેરીના પાકને પારાવાર નુકસાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. જેના કારણે કેરીના ભાવ વધી પણ શકે છે.

નોંધનિય છે કે, ગીર સોમનાથના કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં જોરદાર પવન અને માવઠાથી ભારે નુકસાન. પવનના કારણે આંબા પરથી મોટા પ્રમાણમાં કાચી કેરી (ખાખડી) જમીન પર ખરી પડી હતી.બગીચાઓમાં ભેજ વધતા ફળમાખી, મધિયો અને થ્રિપ્સ જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં, જે કેસર કેરીના ગઢ તરીકે આખી દુનિયામાં ઓળખાય છે, ત્યાં થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદ (માવઠા) અને જોરદાર પવનને કારણે બાગાયતી ખેડૂતોને મોટો ઝાટકો લાગ્યો છે. આ વર્ષે શરૂઆતમાં ખેડૂતોને કેસર કેરીના ખૂબ જ સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા આંબાના બગીચાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.

જોરદાર પવનના ઝાપટા આવવાને કારણે આંબા પર લાગેલી નાની કાચી કેરી, જેને સ્થાનિક ભાષામાં ખેડૂતો ‘ખાખડી’ કહે છે, તે મોટા પ્રમાણમાં જમીન પર ખરી પડી છે. આનાથી પાકના એકંદર ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે. એટલું જ નહીં, કમોસમી વરસાદ પડ્યા પછી બગીચાઓમાં ભેજનું પ્રમાણ અચાનક વધી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *