જગદીપ ધનખડના ઓચિંતા રાજીનામા મુદ્દે પહેલીવાર ખુલીને બોલ્યા અમિત શાહ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના ઓચિંતા રાજીનામા અંગે ખુલીને વાત કરતાં પહેલી વાર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તેઓએ બંધારણીય પદ પર રહેવા દરમિયાન અનેક સારા કાર્યો કર્યો છે. તેમણે પોતાના સ્વાસ્થ્યને કારણે આ પદ પરથી રાજીનામું આપ્યું હોય આ બાબતમાં કોઈને કંઈ શોધવાની જરૂર નથી. બિનજરૂરી રીતે આ મુદ્દે અતિશયોક્તિ કરવી ખોટું છે. તેમણે સરકારના મંત્રીઓ, પ્રધાનમંત્રી, તેમજ તમામ સભ્યોનો તેમના સારા કાર્યકાળ માટે આભાર માન્યો છે.
એવા અહેવાલો હતા કે તેઓ કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કદાચ તેઓ બળવો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અંગે અમિત શાહે કહ્યું કે એવું કંઈ નહોતું. આ બાબતે કોઈએ હોબાળો કરવાની જરૂર નથી. તેમણે બંધારણના નિયમોનુસાર સારું કામ કર્યું છે. તેમના વિશે ખોટી વાતો કરવાથી કોઈ ફાયદો નહીં થાય. જગદીપ ધનખડે પોતાના રાજીનામામાં સ્વાસ્થ્યના કારણો ટાંકીને કહ્યું હતું કે તેઓ તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે હવે સીપી રાધાકૃષ્ણન વિશે પણ વાત કરતા કહ્યું કે, જેમને નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દેશના પૂર્વ ભાગમાંથી આવે છે. પીએમ પશ્ચિમ અને ઉત્તરના છે. એટલે ઉપરાષ્ટ્રપતિ માટે દક્ષિણ ભારતના પસંદ કરાયા છે.
વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે અમિત શાહે કહ્યું કે, ભૂતકાળમાં તેમના નિર્ણયથી નક્સલવાદ વધ્યો હતો. દક્ષિણ ભારતને પ્રતિનિધિત્વ આપતાં, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી ત્યાંથી કરવામાં આવી છે. અમિત શાહે આ દરમિયાન વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડી પર પણ સવાલ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમને ડાબેરી વિચારધારાને ટેકો આપવા અને નક્સલવાદને પ્રોત્સાહન આપવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
અમિત શાહે કહ્યું કે તેમણે નક્સલવાદનો સામનો કરવા માટે લાવવામાં આવેલા સલવા જુડુમને નકારી કાઢ્યો હતો. આ કારણે નક્સલવાદ વધુ બે દાયકા સુધી ચાલુ રહ્યો. જો તેમનો નિર્ણય ન આવ્યો હોત તો દેશની વાસ્તવિકતા અલગ હોત.
જણાવી દઈએ કે સુદર્શન રેડ્ડીએ પણ આ મામલે અમિત શાહને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે અમિત શાહ પહેલા મારો 40 પાનાનો ચુકાદો વાંચવો જોઈએ.