મોદી-ટ્રમ્પની મુલાકાત પૂર્વે અમેરિકાનું મોટું નિવેદન, ભારતને લાગશે ઝટકો!

વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રના આર્થિક સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે ભારત દ્વારા ઊંચા ટેરિફ લાદવાથી આયાતમાં અવરોધો ઉભા થાય છે.
વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પહેલા ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી એક એવું નિવેદન આવ્યું છે જે ભારત માટે માથાનો દુખાવો વધારશે. ટ્રમ્પ વહીવટીતંત્રના આર્થિક સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે ભારત દ્વારા ખૂબ ઊંચા ટેરિફ લગાવવાથી આયાતમાં અવરોધો ઉભા થાય છે. તેમણે વધુમાં કહ્યું કે ટૂંક સમયમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પને મળશે અને બંને નેતાઓ વચ્ચે આ બાબતે ચર્ચા કરવામાં આવશે.
કેવિન હેસેટે વધુમાં કહ્યું કે અમેરિકાએ અમેરિકન માલ પર એ જ કર લગાવો જોઈએ જેવો અન્ય દેશો લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જો કોઈ દેશ અમેરિકા પર વધારે ટેરિફ લગાવે તો ઓછામાં ઓછું અમેરિકાએ પણ તેના પર સમાન ટેરિફ લગાવો જોઈએ.
કેવિન હેસેટે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાના મોટાભાગના વેપારી ભાગીદારો ઊંચા કર લગાવે છે. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો અને બ્રિટન જેવા દેશો અમેરિકન માલ પર અમેરિકા જેટલા જ કર લગાવે છે, જ્યારે ભારત અને તાઇવાન જેવા દેશો તેમના કરતા પણ વધુ કર લગાવે છે.
જોકે આ પહેલી વાર નથી જ્યારે અમેરિકા તરફથી ભારત અંગે આ પ્રકારનું નિવેદન આવ્યું હોય. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીના સમયથી જ કહેતા આવ્યા છે કે જે દેશો અમેરિકા પર ઊંચા કરવેરા લગાવે છે તેઓ તેમની સાથે પણ એવું જ કરશે. ટ્રમ્પ સતત ચીન અને ભારતનું નામ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આ દેશો અમેરિકન માલ પર વધુ ટેરિફ લગાવે છે. જ્યારે અમેરિકા બદલામાં કંઈ કરતું નથી.