Ahmedabad: હોળીને લઈને તંત્રનો મોટો નિર્ણય, સોસાયટીની બહાર હોલિકા દહન કરતા લોકો ખાસ વાંચે

પ્રતિવર્ષ અલગ-અલગ સોસાયટીઓ દ્વારા સોસાયટીની બહાર આવેલા રોડ પર હોળીકા દહન કરાતુ હોય છે. રોડ પર હોળીકા દહન કરવાને કારણે રોડને ખાસ્સુ નુકસાન પહોંચતું હોય છે…આ નુકસાન અટકાવવા માટે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે.
આ નિર્ણય અંતર્ગત દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓને ઇન્ટ અને રેતી પુરી પાડવામાં આવશે, ઇંટો અને રેતી પાથરીને તેના પર જો હોળીકા દહન કરાય તો રોડને થતું નુકસાન અટકાવી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવાયો છે.. કોર્પોરેશન દ્વારા દરેક સોસાયટીને ઇંટો અને રેતી ફ્રીમાં પુરા પાડવામાં આવશે. સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાશે તે અનુસાર તેમને ઇંટો અને રેતી પુરા પડાશે.
આ પણ વાંચો, Vadodara: વકીલે બ્લેકમેલ કરીને B.comની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, લવજેહાદના બનાવનો આક્ષેપ