Ambalal Patel: આ તારીખથી શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટીવીટી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

રાજ્યમાં હાલ આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેવી સ્થિતિ છે ત્યારે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાહત આપનારી આગાહી સામે આવી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને 30 અપ્રિલથી પ્રિ મોન્સૂન એક્ટીવીટી શરૂ થશે. તેમણે મે મહિનાની 10, 11 તારીખ સુધીમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે.

હાલ સમગ્ર રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે..એવામાં અંબાલાલની આ આગાહી ઘણી રાહત આપનારી છે.

જો કે રાજ્યના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાશે અને બાગાયતી પાકને નુકશાન થવાની શક્યતા પણ તેમણે દર્શાવી છે. આંબાના મોર ખરવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે..

આ પણ વાંચો, Gujarat: મુખ્યમંત્રીના મદદનીશ પછી વધુ એક વિકેટ પડી, CMOમાંથી વધુ એકની વિદાય; ઉપસચિવની બદલી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *