અંબાલાલનું એલર્ટ : ગુજરાત પર ડબલ માર, માવઠા બાદ અચાનક થશે ઉનાળાની એન્ટ્રી

અંબાલાલ પટેલના લેટેસ્ટ હવામાન અપડેટ મુજબ, વાતાવરણમાં ફેરફાર થતાં માનવજીવોમાં રોગચાળો ફેલાઈ શકે છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો રહેશે. ફેબ્રુઆરી માસના અંતમાં ગરમી 36 થી 41 ડિગ્રી સુધી પહોંચશે. તો માર્ચ અને એપ્રિલ માસમાં ગરમી વધશે.
ડબલ ઋતુ વચ્ચે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. તેઓએ કહ્યું કે, આગામી 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વાદળો આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ આવી શકે છે. 18 થી 24 ફેબ્રુઆરી દરમિયાન વેલમાર્ક લો પ્રેશર સર્જાશે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ સાથે કરા પડી શકે છે. ઉત્તર પર્વતિય પ્રદેશોમાં બરફવર્ષાની આગાહી છે.
અરબ સાગરમાં તેની અસર થતાં દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો આવી શકે છે. આ પલટાની અસર સૌરાષ્ટ્ર, કચ્છ,. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ખાસ કરીને વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.