Ahmedabad: ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી અનિલ કુમારે ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી

આજે ગુજરાત સાયન્સ સિટીમાં ઉત્તર પ્રદેશના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અનિલ કુમારજીએ મુલાકાત લીધી હતી. તેમની સાથે અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. મંત્રીએ સાયન્સ સિટીની વિવિધ આકર્ષક ગેલેરીઓ જેવી કે એક્વેટિક ગેલેરી, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીની મુલાકાત લીધી હતી. તેમણે અહીંના નવીન પ્રદર્શનો અને વિજ્ઞાનપ્રેરિત શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણું કામ થયું છે તો અમારી ટીમ દ્વારા બે દિવસમાં આ અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે. અને જે અહીંયાથી અમને જાણવા મળ્યું છે. તે જાણકારીથી અમે ઉત્તર પ્રદેશમાં પણ આ અંગે કંઈક નવું કરી શકીશું. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ અમારી મુલાકાત થઈ હતી તો તેમના દ્વારા પણ અમને માર્ગદર્શન મળ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે, દેશ વિકસીત બને જેના માટે સૌથી મહત્ત્વનું કાર્ય સાયન્સ એન્ડ ટેક્નોલોજી હોઈ શકે છે. ગુજરાત સાયન્સ સિટી જેવા કેન્દ્રો દેશની યુવા પેઢીને વિજ્ઞાન અને નવીનતા તરફ પ્રેરણા આપવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે.

અનિલ કુમારે ઉમેર્યું કે, સાયન્સ સિટી, ગુજરાત અને સમગ્ર ભારતમાં વિજ્ઞાન જાગૃતિ ફેલાવવા માટે એક આદર્શ ઉદાહરણ છે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી. કે. પટેલ દ્વારા મંત્રીને સંકુલની વિગતવાર માહિતી તેમજ ભાવિ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મંત્રીએ પોતાના મૂલ્યવાન સૂચનો આપ્યા અને સાયન્સ સિટીની વિજ્ઞાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો, Bihar: બિહારમાં પત્રકારોને દર મહિને 15 હજાર રૂપિયા મળશે પેન્શન, નીતિશ કુમારની મોટી જાહેરાત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *