Ahmedabad: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર સવારથી જ ઠપ્પ, ગુજરાત ભરમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર સવારથી જ બંધ થઈ ગયું છે. જેના કારણે ગુજરાતભરમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એકતરફ જુલાઈ-ઓગસ્ટનો જથ્થો એક સાથે આપવાનો છે અને જુન માસનો જથ્થો જેની પાસે ઉપલબ્ધ છે તે ૨૦ જુન સુધી વિતરણ કરી શકશે તેવી વિભાગની સુચના છે. અને બીજી તરફ રાજ્યભરમાં સવારથી જ સર્વર ઠપ્પ થતા રાજ્ય ભરમાં રેશનદુકાનોમાં રેશનકાર્ડધારકો આજે અનાજ મેળવવા રેશનદુકાનો પર જતા તેઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.


છાસવારે વિભાગના સર્વરમાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાતી રહે છે. અને અનેકવાર એરરો આવતા ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ થતી રહે છે. પણ તેનો આજ સુધી કોઈ સુચારુરુપે નિકાલ વિભાગ લાવી શકતું નથી.
2010ના મે માસથી અમલી બનેલી બારકોડ સિસ્ટમમાં અપગ્રેડના નામે અનેક વખત સુધારાના ભાગરુપે આ સુવિધામાં ફેરફારો કરીને તેને અવારનવાર બંધ પણ રાખીને, હવે તેમાં હવે ખામી નહિ આવે તેમ કહીને રેશનવિતરણ વ્યવસ્થા સુચારુરુપે ચાલશે તેવા દાવા વિભાગ કરતું હોય છે. પણ તેમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી અને સિસ્ટમમાં અવારનવાર ટેકનિકલ ક્ષતિઓના લીધે વિતરણ વ્યવસ્થા શરુ થઈ શકતી હોતી નથી. આજે પણ સવારથી જ આ સમસ્યા સર્જાઈ છે, પરંતુ બપોરના બાર વાગ્યા આવ્યા પણ તંત્ર હજુ તેનો કોઈ ઉકેલ લાવી શક્યું નથી.
આ પણ વાંચો, રેલવે મંત્રીની મોટી જાહેરાત, ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મુસાફરોને થશે હાશકારો