Ahmedabad: ઝોન 6ના 4 પોલીસ સ્ટેશનોમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ, 17.53 લાખનો માલ મૂળ માલિકોને પરત કરાયો

ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદી/માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવે છે.

સામાન્ય રીતે પોતાના ગુમ થયેલ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝન ના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 50 કિંમત રૂ. 9,53,000/-, વટવા પીઆઈ પી.બી.ઝાલા તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 47 મોબાઈલ ફોન કિંમત રૂ. 5,29,000/-, મણિનગર પીઆઈ ડી .પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 17 મોબાઈલ ફોન કિંમત રૂ. 1,87,000/-, જીઆઈડીસી વટવા પીઆઈ આર.એમ.પરમાર તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 07 મોબાઈલ ફોન કિંમત રૂ. 84,000/- મળી, કુલ કિંમત રૂ. 17,53,000/- નો મુદ્દામાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફરિયાદી/અરજદારને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા કાર્યવાહી કરવામાં આવતા, ટૂંકા ગાળામાં ગુમ થયેલ મુદ્દામાલ ફરિયાદી/અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે ટૂંકા ગાળામાં ફરિયાદી/અરજદારને માતબર રકમના મોબાઈલ ફોન પરત કરવામાં આવતા, ફરિયાદી/અરજદાર ભાવ વિભોર થયા હતા અને વારંવાર અમદાવાદ સહિત પોલીસ તથા ઝોન 06 પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.
આ પણ વાંચો, Ahmedabad: ગુનેગારોએ દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થવું પડશે, પોલીસની લાગુ કરી ટ્રેડીશનલ પોલીસિંગ સિસ્ટમ