Ahmedabad: ઓગસ્ટ માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

અમદાવાદ જિલ્લામાં ઓગસ્ટ માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. તા. 26/08/25ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 28/08/25ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે.

જિલ્લા કક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમ માટે અરજદારોને પોતાના પ્રશ્નો તા. 10/08/25 સુધીમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ ઓગસ્ટ મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આગામી તા. 26/08/25ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 28/08/25ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આ સ્વાગત કાર્યક્રમ થકી અરજદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક રીતે નિવારણ કરવામાં આવશે.

નિવાસી અધિક કલેકટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાના ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં ભાગ લેવા માંગતા અરજદારો પોતાના પ્રશ્નો તા. 10/08/25 સુધીમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવા અનુરોધ છે.

આ પણ વાંચો, Varanasi: પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહી આ મહત્વની વાત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *