Ahmedabad: 25 જુલાઈએ કેમ્પ હનુમાન, કેન્ટોનમેન્ટ શાહીબાગ ખાતે પૂર્વ સૈનિકો માટે જોબ ફેર યોજાશે

આગામી ૨૫ જુલાઈ ૨૦૨૫ના રોજ ડિરેક્ટર જનરલ ઓફ રિસેટલેમેન્ટ, નવી દિલ્લી તરફથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો માટે જોબ ફેરનું આયોજન કેમ્પ હનુમાન, અમદાવાદ કેન્ટોનમેન્ટ, શાહીબાગ, અમદાવાદ ખાતે સવારે ૭:૦૦ કલાકથી કરવામાં આવનાર છે.

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા ઇચ્છુક પૂર્વ-સૈનિકોને આ જોબ ફેર (રોજગાર મેળા) માટે તારીખ ૨૫/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી અમદાવાદ કેન્ટોન્ટમેટ હનુમાન કેમ્પ, અમદાવાદ મુકામે અસલ સૈનિકનું ઓળખપત્ર અને બાયો ડેટા (રીજ્યુમ)ની ૦૫ (પાંચ) કોપી સાથે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.

આ જોબ ફેર (રોજગાર મેળા) માટે ઇચ્છુક પૂર્વ-સૈનિકો પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન www.esmhire.com વેબસાઈટ પર કરાવી શકશે, તેવું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો, મોદી સરકારે ચોમાસું સત્ર 7 દિવસ લંબાવ્યું, ઈન્કમટેક્સ સહિત 8 નવા બિલ રજૂ કરી પાસ કરવાની તૈયારી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *