અમદાવાદમાં કાર ચાલકે અનેક લોકોને લીધા અડફેટે, યુવતીનું ઘટનાસ્થળ પર જ મોત

અમદાવાદના અજીતમિલ નજીક ગરીબનગરમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જ્યા હેરિયર ચાલકને આંચકી આવી જતા બેકાબૂ બનેલી કારે કહેર મચાવ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે અન્ય છ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઓઢવના વિરાટનગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર પટેલ પોતાની કાર લઈને ગરીબનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે પત્ની અને દીકરો પણ સવાર હતા. રાત્રે નવ વાગ્યે 40 મિનિટ આસપાસ મયંક કુમારને અચાનક ખેંચ આવી જતા તેમણે વાહન પરનો કાબૂ ગૂમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કારે સૌથી પહેલા એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી જે બાદ રસ્તા પરથી પસાર થતા 3 એક્ટિવા અને એક બાઈક ચાલકને પણ અડફેટે લીધા. લોકોને કચડ્યા બાદ કાર નજીકની એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ અને ધારાસભ્ય દિનેશ કુશ્વાહ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાર ચાલક મયંક કુમાર પટેલની પણ હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ભયાનક અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક એક્ટિવા સવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. સીસીટીવીમાં આ સમગ્ર હચમચાવી નાખતા દ્રશ્યો કેદ થયા છે. કાર ચાલક મયંકકુમાર પણ ઈજાગ્રસ્ત થતાં હાલ સારવાર હેઠળ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે 18 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ બેકાબૂ કાર નજીકની એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. હાલ કાર ચાલક મયંક પટેલ પણ સારવાર હેઠળ હોવાથી તેમનું નિવેદન લેવાયું નથી. પોલીસના જણાવ્યા મુજબ ડ્રાઈવરની તબિયતને કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક શક્યતા છે, પરંતુ અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *