Ahmedabad: ગતરાડમાં ટ્રાન્સપોર્ટના ફેરાઓને લઈ વિવાદ, 6 શખ્શો લાકડીઓ લઈ યુવાન પર તૂટી પડ્યા

ગતરાડમાં છ માસ પૂર્વે ગતરાડ અને વટવાના ભરવાડો વચ્ચે ગાડિઓના ફેરાઓ બાબતે થયેલ બોલાચાલીની અદાવતમાં વટવાના છ ભરવાડોએ,ગતરાડના એક ભરવાડ પર લાકડીઓનો માર મારી હાથપગ તોડી ફ્રેક્ચર કરી દેતાં તેમજ છરી મારતા વટવાના 6 વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

મૂળ વટવા ભરવાડ વાસના અને હાલ ગતરાડમાં બાપાના દીકરાને ત્યાં રહેતા દેવાભાઈ ખેતાભાઈ ભરવાડ,મોટાભાઈનું ટ્રેલર ચલાવે છે. છ માસ પૂર્વે દેવાભાઈને વટવા ડેરીયાપરામાં રહેતા દિલીપભાઈ માલાભાઈ ભરવાડ તથા વિપુલભાઈ માલાભાઈ ભરવાડનાઓની સાથે તેઓ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય ગાડીઓના ફેરાઓ બાબતે બોલાચાલી થયેલી, ત્યારબાદ પણ બંન્ને જણાએ બે-ત્રણ દેવાભાઈ સાથે બોલચાલી કરેલી પરંતુ સમાજના જ હોય જેથી દેવાભાઈ તેઓ વિરુદ્ધ ફરિયાદ કરતા નહી.

બે દિવસ પૂર્વે દેવાભાઈ ગતરાડ ગામે તેઓના ભાઈ મુકેશભાઈની લારીએ લસ્સી પીતા હતા તે દરમિયાન દિલીપભાઈ માલાભાઈ ભરવાડ ગાડીમાં જયદીપ ભરવાડ સહિત 6 ભરવાડો ખોરીવાળી લાકડીઓ સાથે આવી તું કેમ દિલીપ અને વિપુલના ટ્રાન્સપોર્ટના ફેરાઓ લઈ જાય છે. તેમ કહી બિભસ્ત ગાળો બોલી ખોરી વાળી લાકડીઓ વડે માર મારતાં દેવાભાઈને બંને હાથેપગે ફેક્ચર થઇ ગયેલ. તેમજ માથામાં લાકડીઓ વાગતા ટાંકા આવેલ છે.

એટલું જ નહીં દિલીપભાઈએ છરીનો ઘા મારતા હાથે ઇજાઓ થયેલ. મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લાકડીઓ સાથે ગાડીમાં નાસી જતા દીલીપભાઈ માલાભાઈ ભરવાડ, વિપુલભાઈ માલાભાઈ ભરવાડ,જયદીપ ઝાલાભાઈ ભરવાડ, અનિલભાઈ અરજણભાઈ ભરવાડ, જીગ્નેશભાઈ રાણાભાઈ ભરવાડ, કરણભાઈ મેહુરભાઈ ભરવાડ વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો, Manoj Kumar: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *