અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

Oplus_131072

અમદાવાદમાં સાઈબર ક્રાઈમ (Cyber Crime) નો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાયબર ગઠિયાઓએ 82 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ પોતાને ઉચ્ચ અધિકારીઓ ગણાવી, વૃદ્ધને સેલિબ્રિટીને અશ્લીલ વીડિયો મોકલ્યાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સતત 20 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખીને તેમની પાસેથી 7.12 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ હાઈ પ્રોફાઈલ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 12 આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટનાની શરૂઆત 4 ડિસેમ્બરના રોજ થઈ હતી. ફરિયાદી પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સામેવાળી વ્યક્તિએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના અધિકારી તરીકે ઓળખ આપી. ઠગે દાવો કર્યો કે પ્રોફેસરના આધાર કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈથી સેલિબ્રિટીઝને પોર્નોગ્રાફી વીડિયો મોકલવામાં આવ્યા છે અને તેમની સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. આ સાંભળીને વૃદ્ધ ગભરાઈ ગયા હતા.

ત્યારબાદ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના લોગોવાળા નંબર પરથી વીડિયો કોલ આવ્યો. જેમાં નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણી હોવાનો અને કેનેરા બેંકના ખાતા દ્વારા 2 કરોડના ગેરકાયદેસર વ્યવહારો થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો.

આરોપીઓએ વૃદ્ધને ડરાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી. વોટ્સએપ પર નકલી FIR, CBI, RBI, ED અને ઈન્ટરપોલના લોગોવાળા લેટર્સ મોકલ્યા હતા. એટલું જ નહીં, ઓનલાઈન નકલી કોર્ટ ઉભી કરવામાં આવી હતી, જેમાં જજના વેશમાં એક વ્યક્તિએ સુનાવણીનું નાટક કર્યું હતું. પીડિતને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ તપાસમાં સહકાર નહીં આપે તો તેમની ધરપકડ કરી કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં આવશે. તપાસના બહાને તેમને સતત વિડીયો કોલ દ્વારા નજરકેદ (ડિજિટલ અરેસ્ટ) રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *