Ahmedabad: ચંડોળા ડિમોલિશન મામલે CP ઓફિસે હાઇલેવલ બેઠક, CMએ 25 મિનિટ સુધી ડિમોલિશનની વિગત મેળવી

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. આ મામલે સ્ટે આપવાનો હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો. ત્યારે હવે આ મામલે અમદાવાદ સી.પી. ઓફિસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઇલેવલ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 25 મિનિટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે ડિમોલિશનની સમગ્ર વિગત મેળવી હતી.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે ચંડોળા તળાવ ડિમોલિશન કામગીરી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક કરી રહ્યા છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.

18 લોકોએ ડિમોલિશન પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. આ અંગે હાઇકોર્ટે 11.15 વાગ્યાથી લઈ 12.45 વાગ્યા સુધી એમ દોઢ કલાક સુનાવણી કરી હતી. હાઇકોર્ટમાં અરજદારોએ રજૂઆત કરી કે, નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. આ અરજીને નકારી કાઢી હાઇકોર્ટે ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી છે.
આ પણ વાંચો, Pahalgam attack: પ્લાન તૈયાર, બસ હવે એક્શનની રાહ! એક બાદ એક ચાર બેઠકો યોજશે મોદી સરકાર