અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રારંભે ગુજરાતમાં રાજકીય આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો પહોંચ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી .

નવા વર્ષના પ્રથમ દિવસે અમિત શાહને શુભેચ્છા પાઠવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. અમિત શાહે ગુજરાતી ભાઈઓ અને બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. તેમણે મા લક્ષ્મીના આશીર્વાદ દરેક પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી હતી.

દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને નવા વર્ષના શુભકામના પાઠવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ નવા વર્ષના અવસરે અમિત શાહની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પણ અમિત શાહને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *