મેલબર્ન ટેસ્ટ બાદ રોહિતે સંન્યાસ લેવાનું બનાવી લીધું હતું મન, પછી કેમ લીધો યુટર્ન

ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે ટીમ ઇન્ડિયાએ 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ગુમાવી દીધી. સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના વર્તમાન ચક્રમાં ફાઇનલની રેસમાંથી પણ બહાર થઈ ગઈ હતી. હવે WTC ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 11-15 જૂન દરમિયાન ક્રિકેટના મક્કા, લોર્ડ્સમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખરાબ ફોર્મને કારણે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેમની ગેરહાજરી છતાં, ભારત સિડની ટેસ્ટ પણ હારી ગયું.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તેઓ પાંચ ઇનિંગ્સમાં 6.20 ની સરેરાશથી ફક્ત 31 રન જ બનાવી શક્યા. ખરાબ ફોર્મને કારણે કેપ્ટન રોહિત શર્માએ સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. તેમની ગેરહાજરીમાં, જસપ્રીત બુમરાહએ કેપ્ટનશીપ કરી. જોકે, તેમની ગેરહાજરી છતાં, ભારત સિડની ટેસ્ટ પણ હારી ગયું. હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટ પછી નિવૃત્તિ લેવા માંગતા હતા.

જે બાદ રોહિતે નિવૃત્તિ લેવાનો નિર્ણય તાલી દીધો. એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું કે, ‘રોહિતે MCG ટેસ્ટ પછી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. જો શુભચિંતકોએ તેમને આમ કરતા રોક્યા ન હોત, તો આપણે ઓસ્ટ્રેલિયામાં બીજા એક ભારતીય ખેલાડીની નિવૃત્તિ જોવા મળી હોત.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *