Gujarat politics: પેટા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારના એંધાણ, લેવાઇ શકે છે મોટા નિર્ણય

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની મુલાકાત લીધી. પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી તો એક મોટુ કારણ આ મુલાકાત પાછળ હતું જ..પરંતુ પાર્ટીના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાત દરમ્યાન કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા થઇ હોવાનું પણ માનવામાં આવે છે.

કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી પર મત ગણતરી 23 જૂને હાથ ધરાશે, આ પેટા ચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનારું બની શકે છે. દિવાળી પહેલા ગુજરાત સરકારના મંત્રીમંડળનુ વિસ્તરણ થવાની પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે.આમ તો ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છેલ્લા એક વર્ષથી ચાલતી આવી છે. પરંતુ હવે જે લેટેસ્ટ વાત સામે આવી છે તે મુજબ, દિવાળી પહેલા મંત્રીમંડળનુ વિસ્તરણ થઈ શકે છે.. એટલું જ નહીં મંત્રીમંડળમાં કેટલાક ધરખમ ફેરફારો થવાની પણ પૂરી સંભાવનાઓ જોવાઈ રહી છે. વિસાવદર અને કડી વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીના 23મીએ જાહેર થનારા પરિણામ ઉપર આખા ગુજરાતની નજર મંડાયેલી છે અને આ રીઝલ્ટથી કેટલાક મોટા નેતાઓનુ ભવિષ્ય સુધરશે અથવા તો તેઓ સાઈડલાઈન થઈ જશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની તૈયારી ચાલતી હતી ત્યારે જ પ્લેનક્રેશની દૂર્ઘટના સર્જાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ તાજેતરમાં ગુજરાતની બે વખત મુલાકાત લીધી છે.. સૂત્રો જણાવે છે કે, આ નેતાઓએ તેમની મુલાકાત દરમિયાન નવા પ્રમુખના મુદ્દે સેન્સ લઈ લીધી છે. તેમજ દિવાળી પહેલા મંત્રીમંડળનુ વિસ્તરણ થશે એ પ્રકારનો ઈશારો પણ આપી દીધો છે.

આ પણ વાંચો, International Yoga Day: અમદાવાદ જિલ્લા કક્ષાના 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી SGVP ગુરુકુળ ખાતે કરાઈ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *