
થોડા દિવસો પહેલા જ કેટલાક અજાણ્યા લોકોએ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનના ઘરમાં ઘૂસવાની પ્રયાસ કર્યો હતો, જેના કારણે સુરક્ષામાં બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. હવે અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે પણ કંઈક આવું જ બન્યું છે, જેમાં એક અજાણી મહિલાએ તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જોકે, આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે. ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે.
આ ઘટના અભિનેતા આદિત્ય રોય કપૂરના મુંબઈના બાંદ્રા વેસ્ટ સ્થિત નિવાસસ્થાને બની હોવાનું સામે આવ્યું છે. આ અંગે અભિનેતાની નોકરાણી દ્વારા ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, 26 મેના રોજ, અભિનેતા શૂટિંગ માટે બહાર ગયા હતા અને તેમની નોકરાણી ઘરે એકલી હતી. તે દિવસે, સાંજે લગભગ 6 વાગ્યે ડોરબેલ વાગી. નોકરાણીએ દરવાજા પર એક સ્ત્રી ઉભી જોઈ. મહિલાએ પૂછ્યું કે શું આ આદિત્ય રોય કપૂરનું ઘર છે. જ્યારે નોકરાણીએ પુષ્ટિ કરી, ત્યારે મહિલાએ કહ્યું કે તે અભિનેતાને ગિફ્ટ આપવા માંગે છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું કે આ પછી મહિલા ઘરેથી બહાર ન નીકળવાની જિદ કરી રહી હતી. જેને લીધે સિક્યોરિટી અને ખાર પોલીસને આની જાણ કરવામાં આવી. મહિલાએ પોતાની ઓળખ ગઝાલા ઝકારિયા સિદ્દીકી તરીકે થઈ છે, જે 47 વર્ષની છે અને દુબઈની રહેવાસી છે. જ્યારે તેને અભિનેતાના ઘરે આવવાનો હેતુ પૂછવામાં આવ્યો ત્યારે મહિલાએ કોઈ જવાબ આપ્યો નહીં. મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
આ પણ વાંચો, Banks closed on these days in June: જૂન મહિનામાં આટલાં દિવસ બેંકો બંધ રહેશે, જતા પહેલા લિસ્ટ જોઇ લેજો
