5 કિમીની દોડ સમય મર્યાદા પહેલા પૂર્ણ કર્યા બાદ યુવકને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન તોડ્યો દમ

ગોંડલના SRP ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન 27 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. કોડીનારના રહેવાસી નીતિન ચૌહાણે પોલીસ ભરતી માટેની 5 કિમી દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી પરીક્ષા પાસ કરી હતી. દોડ પૂર્ણ કર્યા બાદ ગ્રાઉન્ડ બહાર નીકળતા જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

મૃતક યુવાન BSC અને MSC સુધી અભ્યાસ કરેલો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ બનવાનું સપનું જોઈ રહ્યો હતો. સપનું પૂરું થયાની ગણતરીની મિનિટોમાં જ જીવન ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *