ACB raids in Gandhinagar: ગાંધીનગરમાં ACB ત્રાટકી, સેક્ટર-7ના ASI બે લાખની લાંચ લેતા ઝડપાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી અધિકારી-કર્મચારીઓમાં લાંચ લેવાના કિસ્સામાં વધારો થયો છે. લાંચની ઘટનામાં વધારો થતા ACB પણ સક્રિય થઇ છે. જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે ACBએ વિવિધ જગ્યાએથી લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. ACBની કાર્યવાહી બાદ પણ લાંચ લેવાની ઘટનાઓ ઓછી થઇ નથી.ગાંધીનગરમાં ફરી એક વખત જામનગર ACBની કાર્યવાહીમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનના ASIને 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે.

ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમા અશોકભાઇ બેચરભાઇ ચૌધરી અર્નાર્મ્ડ ASI તરીકે ફરજ બજાવે છે. આ કામના ફરિયાદી વિરૂદ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી કરી હતી. ASIએ ફરિયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહીં કરવા અને ગુન્હો દાખલ નહીં કરવાના અવેજ પેટે 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. 

ફરીયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન અડાલજમાં આવેલા અતીથી ધાબા પાસે ગાંધીનગર સેક્ટર-7ના ASI ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી હતી અને સ્વીકારી પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઝડપાઇ જઇ ગુન્હો કર્યો હતો.

આ પણ વાંચો, Ahmedabad:જિલ્લા કલેક્ટરે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *