ભાવનગરમાં વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં ગત રાત્રે (28 માર્ચ) એક હૃદયદ્રાવક ઘટના બની. રસ્તા વચ્ચે આડેધડ છરીના ઘા ઝીંકીને 29 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ ખેલનો લાઈવ વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં હુમલાખોરો બેખૌફ બનીને જીવલેણ હુમલો કરતા દેખાય છે.

મૃતક યુવકની ઓળખ રવિભાઈ અનિલભાઈ ક્લોતરા (ઉ.વ. 29) તરીકે થઈ છે, જે રવિ ઉર્ફે લાલો રબારી તરીકે પણ ઓળખાતો હતો. મળતી માહિતી મુજબ, રવિ જ્યારે વાળુકડ બસ સ્ટેન્ડ પાસે જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક મોપેડ પર સવાર થઈને આવેલા ત્રણ શખ્સોએ તેને આંતર્યો હતો. હુમલાખોરોએ કાંઈ પણ વિચાર્યા વગર તીક્ષ્ણ હથિયારો વડે રવિના પેટના ભાગે ઉપરાઉપરી અસંખ્ય ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું.

ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે આ સમગ્ર મંજર પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. એક સ્થાનિક રાહદારીએ હુમલાખોરોને રોકવાનો અને રવિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા ત્રણ હુમલાખોરોએ તેને પણ ડરાવીને લોહીલુહાણ હાલતમાં રવિને રસ્તા પર જ છોડી દીધો હતો. હુમલા બાદ ત્રણેય આરોપીઓ પોતાની મોપેડ પર સવાર થઈને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રવિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *