“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ ૩૦ હજારથી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા

રાજ્યમાં આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૧૫ લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં કુલ ૩૦,૨૧૯ થી વધુ સ્વાસ્થ ચકાસણી કેમ્પ યોજાયા હતા.
જેમાં તા. ૧૯ ના રોજ ૧૦૦૫૧ કેમ્પનું રાજ્યવ્યાપી આયોજન કરાયું હતું.
રાજ્યની સબ સેન્ટરથી લઈ મેડિકલ કોલેજમાં આ વિવિધ કેમ્પોનું આયોજન થયું હતું.
રાજ્યમાં આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૧૫,૩૭,૪૫૬ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો.
આ અભિયાન અંતર્ગત ૫,૩૬,૧૮૩ જેટલા લેબટેસ્ટ અને ૨૩,૬૨૫ જેટલા એક્સ-રે કરવામાં આવ્યા.
આ ચકાસણી બાદ ૯૬૩૨ જેટલા નાગરિકોનું સ્ક્રિનિંગ કર્યા બાદની સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.
આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૭.૩૫ લાખ નાગરિકોનું હાયપરટેન્શન , ૬.૯૩ લાખ નાગરિકોનું ડાયાબિટીસ અને ૪.૪૯ લાખ વ્યક્તિઓના ઓરલ , બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી છે.
૧.૯૧ લાખ લોકોની ટી.બીની બીમારીનું પણ સ્ક્રીનીંગ કરાયું છે.
આ અભિયાન અંતર્ગત ૪૨ હજાર થી વધુ આયુષ્માન કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા .
ગુજરાત રાજ્ય સરકાર, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન (SNSPA) ના નેજા હેઠળ, રાજ્યભરમાં આરોગ્ય શિબિરોના સંગઠન દ્વારા સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા ચાલુ રાખે છે. ચાલુ પહેલના ભાગ રૂપે, સામાન્ય આરોગ્ય તપાસ, વિશિષ્ટ તબીબી સેવાઓ અને ડાયગ્નોસ્ટિક રેફરલ્સ પર કેન્દ્રિત આરોગ્ય શિબિરો યોજવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
…………….