Ahmedabad: મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા આયોજિત સંસ્કૃત ભાષા બોધનવર્ગનો સમારોપ કાર્યક્રમ યોજાયો

Ahmedabad News: આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સદગુરુ શાસ્ત્રી શ્રી સર્વેશ્વર દાસસ્વામીજી અને ઉપાધ્યક્ષ તરીકે શ્રી સર્વપ્રિય દાસજી સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ સાથે અતિથિવિશેષ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ શ્રી સુજયભાઈ મહેતા, સમિતિના સભ્યશ્રીઓ શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને શ્રી ધર્મેન્દ્રભાઈ મિશ્રા તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતીના અધ્યક્ષ શ્રી રામ કિશોર ત્રિપાઠી અને કર્ણાવતી વિભાગ સંયોજક શ્રી રાજેન્દ્ર મહેતાની ઉપસ્થિતિમાં સમારોપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી.ત્યારબાદ માનનીય સ્વામીજી અને અન્ય આમંત્રિત મહેમાનોનું કર્ણાવતી મહાનગર અધ્યક્ષ શ્રીમાન રામકિશોર ત્રિપાઠીજી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામીજી અને અન્ય મહેમાનોનું પુસ્તક,પુષ્પગુચ્છ અને પુષ્પમાલા થી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાંચ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ સંસ્કૃત સંભાષણ શીખ્યા છે તેનો એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્કૃત સમૂહગીત, સંસ્કૃતમાં વાર્તા કથન , સંસ્કૃત શ્લોક અને તેનો ભાવાનુવાદ અને અનુભવકથન જેવી કૃતિઓ સંસ્કૃતમાં જ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે કર્ણાવતી વિભાગ સંયોજક શ્રી રાજેન્દ્ર મહેતાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત એ આપણા ડી.એન.એ.ની ભાષા છે એટલે જ આપણે સૌ અનુભવીએ છીએ કે કોઈપણ વ્યક્તિ સંસ્કૃત બોલતી હોય ત્યારે આપણને તરત જ સમજાઈ જાય છે. કારણ કે સંસ્કૃત આપણા શરીરમાં લોહીની જેમ વહી રહી છે.સંસ્કૃતને જીવંત રાખવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. સંભાષણથી શાસ્ત્ર પર્યંત જવા માટે હજુ આપણે બધાએ ખૂબ અભ્યાસ કરવાનો બાકી છે એટલે સૌ પ્રશિક્ષાર્થીઓ હજુ પણ સંસ્કૃત ભાષામાં ખૂબ પ્રગતિ કરે તેવી મહેચ્છા તેમણે વ્યક્ત કરી હતી. આ ક્ષણે સ્કુલ બોર્ડના સભ્ય એવા શ્રીધર્મેન્દ્રભાઈ મિશ્રાએ પણ પોતે અને પોતાના સુપુત્રને સંસ્કૃત સંભાષણનો જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે પોતાની અભિલાષા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમાન સુજયભાઈ મહેતાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા આપણને સંસ્કારો આપે છે.સંસ્કૃત ભાષાના સ્પષ્ટ ઉચ્ચારણો દ્વારા આપણું જ્ઞાન ખૂબ વધે છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ શ્રીમદ ભગવત ગીતા દ્વારા શ્લોકો શીખવવામાં આવે છે અને બાળકો ખૂબ સહજતાથી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા થયા છે તે સંસ્કૃત ભાષાની ભવ્યતા દર્શાવે છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં બધી સૂચનાઓ અને પ્રાર્થના પણ સંસ્કૃત ભાષામાં જ હોવાથી નાનપણથી જ સંસ્કૃત પ્રત્યે એક પ્રકારનું આકર્ષણ રહ્યું છે.
કાર્યક્રમના ઉપાધ્યક્ષ એવા પૂજ્ય શ્રીસર્વપ્રિયદાસસ્વામીજી એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ સમૃદ્ધ ભાષા છે. જેમ જેમ આપણે આ ભાષાનો અભ્યાસ કરીએ છીએ તેમ તેમ આપણા જ્ઞાનમાં ખૂબ જ વધારો થતો જાય છે.સૌ હિંદુ સનાતનીઓ એ તો અવશ્ય સંસ્કૃત ભાષા ભણવી જ જોઈએ. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી સર્વેશ્વર દાસસ્વામીજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાનો વારસો ખૂબ જ ગહન છે.સંસ્કૃત ભાષાના શાસ્ત્રો હજારો વર્ષો પછી પણ આપણને સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. સંસ્કૃત ભાષાનું ઉચ્ચારણ અત્યારે પણ વૈજ્ઞાનિક અને સ્પષ્ટ છે. જે વ્યક્તિ સંસ્કૃત માં વાતચીત કરી શકે છે તે વિશ્વની કોઈપણ ભાષાને સરળતાથી શીખી અને સમજી શકે છે.સ્વામિનારાયણ મંદિરમાં આ વર્ગનું આયોજન થયું હોવાથી મંદિરનું વાતાવરણ વધુ પવિત્ર બન્યું છે એવું પૂજ્ય સ્વામીજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું. આ વર્ગમાં કુલ 35 વિદ્યાર્થીઓએ પાંચ દિવસ સુધી સંસ્કૃત સંભાષણનો અભ્યાસ કર્યો હતો. 15 જેટલા શિક્ષકો અને પ્રબંધકોએ પોતાની સેવા આપી હતી.અંતિમ દિવસે પ્રશિક્ષાર્થીઓના વાલીઓ પણ કાર્યક્રમમાં હાજર રહીને પ્રશિક્ષાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો .

કાર્યક્રમની આભાર વિધિ કર્ણાવતી વિભાગ સહસંયોજક નિલેશભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવી હતી… કાર્યક્રમનું સંચાલન શ્રી ધીરેન્દ્રભાઈ મિશ્રા દ્વારા સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવ્યુ
આ પણ વાંચો, Ambalal Patel’s prediction: ગુજરાતમાં આવશે અણધાર્યો વરસાદ, તો આગામી ચાર દિવસ…! અંબાલાલની ભડકાદાર આગાહી