સંસ્કારીનગરી વડોદરામાં ફરી અશ્લિલ હરકત, યુનાઈટેડ વે ગરબા પંડાલમાં દુષ્કર્મના આરોપીએ જાહેરમાં કરી કિસ

Oplus_131072

હાલમાં નવરાત્રિ ચાલી રહી છે. સૌ કોઈ ખૈલેયાઓ રાસગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. એવામાં વડોદરાનો યુનાઈટેડ વે ગરબા પંડાલ ફરી વિવાદમાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે એક કપલ આ પંડાલમાં અશ્લિલ હરકતો કરતું કેમેરામાં કેદ થયું હતું જે બાદ આજે વધુ એક કપલનો અશ્લિલ વીડિયો સામે આવ્યો છે. જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે વિગતે વાત કરીએ તો,સંસ્કારી નગરી વડોદરાનો ગરબા પંડાલ અશ્લિલ હરકતનો અડ્ડો બની રહ્યો છે, યુનાઈટેડ વે ગરબા પંડાલમાં જાહેરમાં ચુંબન કરી તેની રીલ બનાવવાનો વીડિયો વાયરલ થતા આખા રાજ્યમાં તેની થૂ-થૂ થઈ રહી હતી. હજુ તો ગઈકાલે જ અશ્લિલ હરકત કરનાર NRI દંપતીએ માફી માગ્યાના સમાચાર આવ્યા ત્યાં તો વધુ એક કપલનો અશ્લિલતાનો વીડિયો સામે આવ્યો.

કહેવાય છે કે, વીડિયોમાં દેખાતો શખ્સ દુષ્કર્મનો આરોપી વિલ્સન સોલંકી છે. ગરબા પંડાલમાં પત્ની સાથે તેણે જાહેરમાં આ કરતૂત રીલ બનાવવા કરી અને તેને જ આ વીડિયો વાયરલ કર્યો. હજુ તો આ વ્યક્તિ અદાલતમાંથી શરતી જામીન પર છૂટ્યો છે અને નવરાત્રિના ગરબા પંડાલમાં આવી કરતૂતો કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો, મોરબીમાં 3 બાળક ખાડામાં ડૂબ્યાં; રમતાં રમતાં પાણીમાં ડૂબ્યાંની આશંકા, મૃતદેહ પીએમ માટે ખસેડાયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *