Ahmedabad: એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજાના 4 કિલાનો જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે બેંગકોકથી આવેલી એક ફ્લાઈટમાં આવેલા બે મુસાફરો પાસેથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.
એક વ્યક્તિ પાસેથી કસ્ટમ વિભાગે સાડા ચાર કિલો હાઈબ્રિડ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક વ્યક્તિ પાસેથી 10 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈએ બેંગકોકની ફ્લાઈટમાં આવેલા યાત્રીની ધરપકડ કરી છે.
અમદાવાદ કસ્ટમ્સ વિભાગની ટીમ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્કને મોટો ફટકો આપીને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 39.24 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો હતો, આ જથ્થો મે મહિનામાં દબોચ્યો હતો. જેમાં બેંગકોકથી આવતા ત્રણ ભારતીય નાગરિકો પાસેથી આશરે ₹39 કરોડની કિંમતનો હાઈલેવલનો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો, ચૂંટણી પંચના કરતૂતોનો અણુબોમ્બ ફોડીશું, કોઈને નહીં છોડીએઃ રાહુલ ગાંધી