શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

આજે ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, જેનાથી ભક્તિમય માહોલ સર્જાયો છે.

ભક્તોની લાંબી કતારો છેક શક્તિદ્વાર સુધી જોવા મળી રહી છે. અંબાજી મંદિરની સાથે સિદ્ધિવિનાયક અને અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન કરાયું હતું.  

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://‘રહેમાન ડકૈત’ ની પત્નીનો ગ્રીન ગાઉનમાં જલવો, સૌમ્યા ટંડનના ગ્લેમરસ લૂકે લગાવી આગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *