સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા ગ્લેમ ગ્રીન આયુર્વેદિક ક્લિનિક ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું

સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા ગ્લેમ ગ્રીન આયુર્વેદિક ક્લિનિક ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે આયુર્વેદિકના બે નવા પ્રોડક્ટ્સ હેર સ્પા અને હેર સીરમનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું.

આ લોન્ચિંગ સેરેમની તથા દીપ પ્રાગટ્ય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોરલીબેન પટેલ, ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર રાજભા રાઠોડ, ગુજરાતી ફિલ્મ અભિનેતા ભાવિક ભોજક, ડૉ. વિપુલ, સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સંસ્થાપક અસ્મિતા બલદાણીયા આહિર તેમજ ગ્લેમ ગ્રીન આયુર્વેદિક ક્લિનિક ના ડૉ. નિમિશા શાહના હસ્તે કરવામાં આવ્યું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના પરિવારના સભ્યો ભુપત આહીર, અર્ચના સોની, રોનક ઓઝા તથા એસપીએફના સોશિયલ મીડિયા સભ્ય નિયતિ શાહે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

ત્યારબાદ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી અને આરોગ્ય તપાસનો લાભ લીધો. કેમ્પ દરમિયાન આયુર્વેદિક સારવાર, સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય જાગૃતિ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેને લાભાર્થીઓએ ખૂબ જ સરાહ્યું.

સેવા પ્રયાસ ફાઉન્ડેશન સમાજના આરોગ્ય અને જનકલ્યાણ માટે સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવા લોકોપયોગી આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *