Maharashtra: ફ્લેટમાં 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કરીને ગળું ચીરી નાખ્યું, બારીમાંથી લાશનો બહાર ઘા કરી દીધો

મહારાષ્ટ્રના થાણેમાં 10 વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવાના આરોપમાં 20 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેણે ગળું કાપીને હત્યા કરી હતી અને પછી લાશને બારી બહાર ફેંકી દીધી હતી. આરોપીએ કથિત રીતે નજીકના મકાનમાં રહેતી પીડિતાને રમકડાં આપીને લલચાવી, થાણેના સમ્રાટ નગરમાં એક રહેણાંક મકાનના છઠ્ઠા માળે આવેલા પોતાના ઘરે લઈ ગયો જ્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો અને પછી તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ, તે છોકરીના મૃતદેહને તેના ઘરના બાથરૂમમાં લઈ ગયો અને ત્યાં ખુલ્લી બારીમાંથી તેને ધક્કો મારી દીધો.

લાશ મળ્યાં બાદ પોલીસે બિલ્ડિંગના દરેક ફ્લેટની તપાસ કરી અને તે માણસના ઘરના બાથરૂમની બારી ખુલ્લી મળી જ્યાંથી તેણે છોકરીને ધક્કો માર્યો હતો. ત્યાર બાદ આરોપીની શોધખોળ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મંગળવારે શરૂઆતમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103 (હત્યા) અને 238 (ગુનાના પુરાવા ગાયબ કરવા, અથવા ગુનેગારને ખોટી માહિતી આપવી) અને બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ (POCSO) અધિનિયમની જોગવાઈઓ હેઠળ મુમ્બ્રાના ઠાકુરપાડા વિસ્તારમાં રહેતા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સગીર છોકરીનું શબપરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પુષ્ટિ થઈ હતી કે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનું ગળું તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, Tariff war: ટેરિફ વોર વચ્ચે, RBI એ રેપો રેટમાં કર્યો ઘટાડો, અર્થતંત્રને મળશે વેગ, સામાન્ય માણસ પર તેની અસર જાણો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *