Ahmedabad શહેરમાં પાલડીમાં યુવકની હત્યા કેસમાં 7 આરોપીની અટકાયત

અમદાવાદના પાલડી વિસ્તારમાં નૈષલ ઠાકોરના હત્યાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે આ ઘટનમાં 7 લોકોની અટકાયત કરી છે. મહત્ત્વનું છે કે, આ આરોપીઓમાંથી ત્રણને પોલીસે આબુથી ઝડપી પાડ્યા છે.
નોંધનીય છે કે, મૃતક નૈષલ અને શૈલેષ ઠાકોર વચ્ચે ગેરકાયદે ધંધાના મામલે આંતરિક વિખવાદ ચાલતો હતો. જેમાં સાબરમતી નદીમાં ગેરકાયદે રેતખનન કરતા ડમ્પરને પ્રોટેક્શન આપીને નાણાં ઉઘરાવવા બાબતે વાંધો ચાલી રહ્ય હતો. તેમજ મૃતકના કેટલાંક સ્પા સેન્ટર સાથેના સંપર્કનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત, સટ્ટા બેટિંગના મામલે પણ નૈષલને શૈલેષ ઠાકોર સાથે તકરાર ચાલતી હતી. તેથી આ હત્યા જૂની અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો, http://‘હું ઈમાનદારીથી કમાવવાનું જાણું છું, હું કોઈ દલાલ નથી’, નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન