Vice Presidential Election 2025: સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ; NDA ઉમેદવારને 452 મત મળ્યા

સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે. NDAના ઉમેદવાર રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા. જ્યારે INDIAના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 300 પ્રથમ પસંદગીના મત મળ્યા. રાધાકૃષ્ણન 152 મતોના માર્જિનથી જીત્યા.

કોંગ્રેસે દાવો કર્યો હતો કે ઇન્ડિયાના 315 સાંસદોએ મતદાન કર્યું હતું, જેના કારણે INDIA ગઠબંધનના ઉમેદવારને 15 મત ઓછા મળ્યા. BRS અને BJDએ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો, જ્યારે રાજ્યસભામાં BRSના 4 અને BJDના 7 સાંસદ છે. લોકસભામાં માત્ર એક જ સાંસદ ધરાવતા શિરોમણી અકાલી દળે પણ પંજાબમાં પૂરને કારણે મતદાન કરવાનો ઇનકાર કર્યો હતો.

ધનખરે અચાનક 21 જુલાઈના રોજ નાદુરસ્ત તબિયતનો કારણ આપીને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું. તેમનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો.

આ પણ વાંચો, એક્ટ્રેસ રુહી સિંહનો બિકીનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *