અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, 28 ઑગસ્ટ સુધી રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ

ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે, સાબરકાંઠા, નવસારી, અને વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, અને આવતીકાલે, 25મી ઑગસ્ટના રોજ, ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 28મી ઑગસ્ટ સુધી ગુજરાતમાં અતિથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ખાસ કરીને ઉત્તર, મધ્ય, અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ઝાપટાં પડવાની શક્યતા છે. આ વરસાદી માહોલ પર્યુષણ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ ચાલુ રહી શકે છે. જોકે, તેમણે આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન ભારે ગરમી પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *