દેશભરમાં એરટેલનું નેટવર્ક ઠપ્પ, Outageથી યુઝર્સ પરેશાન થતા કંપનીએ માંગી માફી

એરટેલ યુઝર્સને કોલ અને મેસેજ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે કેટલાક યુઝર્સ એરટેલ નંબર પરથી કોલ કરી શકે છે, પરંતુ લોકો સતત X પર ફરિયાદ કરી રહ્યા છે. કોલિંગ  કરે તો કોલ ફેઇલ મેસેજ આવી રહ્યો છે. મોબાઇલ ઇન્ટરનેટ કામ કરી રહ્યું છે. એટલું જ નહીં, લોકોને એરટેલ થેંક્સ એપનો OTP પણ કોઈ રિક્વેસ્ટ વિના મળી રહ્યો છે. 

એરટેલની સાથે Perplexity ના કેટલાક ફિચર્સ કામ કરતા નથી. જે લોકોએ એરટેલ નંબરથી આ પ્લાન લીધો તેમનો આ પ્લાન ચાલી રહ્યો નથી. એરટેલે Perplexity સાથે કરાર કર્યો છે. આ અંતર્ગત, એરટેલ યુઝર્સને એક વર્ષ સુધી મફત Perplexity સેવા આપવામાં આવી રહી છે. પરંતુ એરટેલ ડાઉન થતાં છેલ્લા  કેટલાક કલાકોથી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. એરટેલે તેના સત્તાવાર હેન્ડલ પરથી કહ્યું કે, એરટેલમાં નેટવર્ક આઉટેજની સમસ્યા આવી રહી છે. કંપની તેને ઠીક કરવાનો પ્રયાસ કરતાં માફી પણ માગી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *