લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા ક્વચ સુદર્શન ચક્રની કરી જાહેરાત

Oplus_131072

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ગર્જના કરતા ભારતના દુશ્મનોને ચેતવણી આપી છે. ૭૯મા સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આગામી ૧૦ વર્ષમાં દેશની વાયુ સંરક્ષણ પ્રણાલી કેવી રીતે મજબૂત બનશે.

દેશને સંબોધતા તેમણે દેશના લોકો પાસેથી આશીર્વાદ માંગ્યા. તેમણે કહ્યું કે મેં એક સંકલ્પ લીધો છે, આ માટે મને દેશવાસીઓના આશીર્વાદની જરૂર છે. આ આશીર્વાદ દેશની સુરક્ષા માટે છે.

તેમણે કહ્યું કે હું ભગવાન કૃષ્ણના સુદર્શનની જેમ દેશને સુરક્ષા પ્રદાન કરવા માંગુ છું, આ માટે હું મિશન સુદર્શનની શરૂઆતની જાહેરાત કરું છું. આ નવા ભારતની સંરક્ષણ પ્રણાલી હશે. તે ફક્ત દેશનું રક્ષણ જ નહીં, પણ દુશ્મનોનો પણ નાશ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *